Thursday, January 16, 2025
HomeGujaratમાળીયાના ખીરઇ ગામના પાટીયા પાસે કાળમુખા ટ્રેક બાઇકને અડફેટે લેતા એકનું મોત

માળીયાના ખીરઇ ગામના પાટીયા પાસે કાળમુખા ટ્રેક બાઇકને અડફેટે લેતા એકનું મોત

મોરબીથી માળીયા તરફ આવતા હાઇવે રોડ ઉપર ખીરઇ ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી કાળમુખા ટ્રકે બાઈકને અડફેટે લેતાં બાઈક ચાલકને ઈજાઓ પહોંચી હતી. તો બાઇક પાછળ બેઠેલ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું

- Advertisement -
- Advertisement -

માળીયામીં. પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી વિગત અનુસાર ટ્રક નંબર આર.જે.-૦૯-જી.ડી-૨૫૧૯ ના ચાલકે પોતાના હવાલાવાળી ટ્રક ટ્રેઇલર પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આગળ જતા મોટર સાઇકલ નં. જી.જે.-૦૧-એફ.જે-૨૬૯૨ વાળામા પાછળ ભડકાડી મો.સા.ના ચાલક સાહેદ સોહીલભાઇને પગમા સાથળના અંદરના ભાગે ફેકચર તેમજ ડાબા ખંભામા તથા જમણા પગમા ઠીચણના ભાગે તેમજ પેટના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. તેમજ બાઇક પાછળ બેઠેલ ગગાભાઇ સુમારભાઇ જામ ઉ.વ.૧૯ વાળાને જમણા પડખાના ભાગે તથા જમણા સાથળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે માળીયામીં. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!