Thursday, April 25, 2024
HomeGujaratમોરબી ડબલ મર્ડર કેસમાં વધુ એક આરોપી બે હથિયારો સાથે ઝડપાયો :...

મોરબી ડબલ મર્ડર કેસમાં વધુ એક આરોપી બે હથિયારો સાથે ઝડપાયો : એક દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના ખાટકીવાસમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં બન્ને પક્ષે એક એક વ્યક્તિની લોથ ઢળી હતી. આ ડબલ મર્ડર કેસમાં સામસામી ફરિયાદ બાદ પોલીસે એક પછી એક આરોપીઓની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં પોલીસે વધુ એક આરોપીને બે હથિયારો સાથે ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ આરોપીના એક દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં અત્યાર સુધીમાં બન્ને પક્ષ મળીને 13 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. જેમાંથી છ આરોપીઓના રિમાન્ડ પુરા થતા આ તમામને જેલહવાલે કરાયા છે. જ્યારે 3 કિશોરને રાજકોટ બાળ સુધારણા ગૃહમાં મોકલાયા છે. ત્યારે હવે આ કેસમાં વધુ એક આરોપી ઇમરાન ઉર્ફે ટાવર મહેબૂબભાઈ ચાનીયાની બે દેશી બનાવટની બંદૂક અને એક કારતુંસ સાથે પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમ્યાન આ હથિયારો ક્યાંથી મંગાવેલા અને કેટલા રાઉન્ડ ફાયરીંગ કર્યા તે સહિતની વિગતો બહાર આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!