Thursday, May 2, 2024
HomeGujaratમોરબીનાં લાતીપ્લોટ વિસ્તારમાંથી વધુ એક બાઈકની થઇ ચોરી

મોરબીનાં લાતીપ્લોટ વિસ્તારમાંથી વધુ એક બાઈકની થઇ ચોરી

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો વધી રહ્યા છે. જેને અટકાવવા પોલીસ દ્વારા પણ સઘન તપાસ કરાવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે મોરબીના લાતીપ્લોટ શેરી નં.૦૬ માંથી વધુ એક બાઈકની ચોરી થયાની ફરિયાદ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના ઓમપાર્કની પાછળ રાજનગરની બાજુમા વાડી વિસ્તારમાં રહેતા વિનોદભાઇ ભાણજીભાઇ પરમાર નામના લેથકામનો ધંધો કરતા વેપારીએ લાતીપ્લોટ શેરી નં.૦૬માં આવેલ વિનાયક હાર્ડવેરની દુકાન પાસે ગત તા.૨૦/૦૨/૨૦૨૩ ના રોજ પોતાની GJ.03.HL.3975 નંબરની બ્લેક કલરની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઈકલ પાર્ક કરી હતી. જ્યાંથી કોઈ અજાણ્યો ચોર તેમની બાઈક ચોરી જતા સમગ્ર મામલે વિનોદભાઇએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!