Thursday, May 2, 2024
HomeGujaratમોરબીની પી.જી.પટેલ કોલેજની બે વિધાર્થીનીઓએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની M.Comની પરીક્ષામાં ટોપ 10 માં...

મોરબીની પી.જી.પટેલ કોલેજની બે વિધાર્થીનીઓએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની M.Comની પરીક્ષામાં ટોપ 10 માં સ્થાન મેળવ્યું

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા લેવાયેલ M.Com Sem-3ની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે. જેમાં મોરબીની પી.જી.પટેલ કોલેજની એક વિધાર્થીનીએ દ્વિત્ય ક્રમ જયારે બીજી વિદ્યાર્થીઓએ છઠો ક્રમાંક પ્રાપ્ત કરી મોરબીનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં અનુસ્નાતક કક્ષાએ શ્રેષ્ઠ પર્યાય ગણાતી પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની બંસી અમૃતલાલ જાકાસણીયાએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ M.Com Sem-3 ના પરિણામમાં સમગ્ર યુનીવર્સીટીમાં મોરબીનું અનેપી.જી.પટેલ કોલેજનું ગૌરવ વધાર્યું છે. અને સફળતાના શિખરો સર કરી બતાવ્યા છે. જાકાસણીયા બંસી અમૃતલાલ એ સમગ્ર યુનીવર્સીટીમાં દ્વિત્ય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. જયારે ધાન્જા હેતલ દિલીપભાઈએ સમગ્ર યુનીવર્સીટીમાં છઠો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. વિદ્યાર્થીનીઓની આ અદભુત સિદ્ધી બદલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ તથા શિક્ષકો દ્વારા બંને વિધાર્થીનીઓને અભિનંદન પાઠવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!