Thursday, January 16, 2025
HomeGujaratમોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો વધુ એક ઈસમ પકડાયો

મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો વધુ એક ઈસમ પકડાયો

આઇપીએલની સિઝન દરમીયન મોરબીમાં સટ્ટાની મોસમ પણ પુરબહારમાં ખીલી હોય તેમ રોજે રોજ અનેક ક્રિકેટ સટ્ટાના આરોપી પોલીસ ઝપટે ચડી રહ્યા છે ત્યારે પોલીસે મોરબીના ભકિતનગર સર્કલ પાસે આવેલ તુલશી હોટલ નજીકથી એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે એક શખ્સનું નામ ખુલતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મયુરભાઇ નરભેરામભાઇ મેંદપરા (ઉ.વ.૨૭ રહે.મોરબી ઉમીયા સર્કલ વૃદાવનપાર્ક મયુર પેલેસ મૂળ ટંકારા)ને પોલીસે લાઇવગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી ગુજરાત અને રાજસ્થાન ની 20-20 ક્રિકેટ મેચ ઉપર આરોપી વિપુલ સાથે રનફેરનો જુગાર રમતા ઝડપી લીધો હતો. પોલીસે આરોપી મયુર પાસેથી રોકડા રૂ.૨૪૦૦ તથા મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦૦મળી કુલ રૂ.૧૨,૪૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો વધુમાં આરોપી વિપુલને ફરારી જાહેર કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!