મોરબી સહીત સમગ્ર ગુજરાતમાં યુવાનો માં હાર્ટ અટેકના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે વાંકાનેરનાં હસનપર ગામના વધુ એક યુવકનું હાર્ટ અટેકથી મોત થયાની ઘટના સામે આવી છે.
વાંકાનેરનાં હસનપર ગામે રહેતા શૈલેષકુમાર અશોકભાઇ દાદરેચા નામના ૨૮ વર્ષીય યુવકને ગઈકાલે હસનપર ગામ મેલડીમાં ના મંદીર પાસે અચાનક છાતીમાં દુખાવા થતા તેને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો. અને સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.તેમજ યુવાન દીકરાના અકાળે મોતને કારણે મૃતક યુવકના પરિવાર જનોમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.