આઈપીએલની સીઝનના પ્રારંભની સાથે સટાબાજો રીતસરના મેદાને ઉતરતા હોય છે ત્યારે મોરબીમાં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો લગાડી પૈસાની હારજીત કરતા એક ઇસમને દબીચી લીધો હતો જ્યારે આ પ્રકરણમાં અન્ય એકની સંડોવણી ખુલતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આઈપીએલના પ્રારંભની સાથે બુકીઓનો રાફડો ફાટ્યો છે તો આવા બુકીઓને ઝેર કરવા પોલીસ પણ હરકતમાં આવી છે. તેવામાં મોરબીના પરા બજારમા આવેલ અમદાવાદ હેર ડ્રેસર નામની દુકાન પાસે ક્રિકબર્જ ઓનલાઈન એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી કોલકતા અને બેગ્લોરની 20-20 ક્રિકેટ મેચ ઉપર રનફેરનો પૈસાનો જુગાર રમતા આરોપી કલ્પેશભાઈ પ્રેમજીભાઈ રાવલ (ઉ.વ.૩૭ રહે.નાગનાથ શેરી દરબાર ગઢની પાસે મોરબી)ને પોલીસે ઝડપી લીધો હતો. જેની પૂછપરછમાં અન્ય એક આરોપી વીરની સંડોવણી ખુલવા પામતા પોલીસે આરોપી કલ્પેશના કબ્જામાંથી રોકડ રૂ.૧૦,૫૦૦, એક મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦ સહિત કુલ રૂ.૧૫,૫૦૦ના મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.