Thursday, December 26, 2024
HomeNewsMorbiમોરબીમાંથી વર્લી રમતો એક પકડાયો અને વાંકાનેરમાંથી યુવક ગુમ

મોરબીમાંથી વર્લી રમતો એક પકડાયો અને વાંકાનેરમાંથી યુવક ગુમ

મોરબી વર્લી ફીચરનો જુગાર રમતો એક પકડાયો

- Advertisement -
- Advertisement -

મોરબી પોલીસે ગઈકાલે તા. 15ના રોજ મોરબીના જુના બસ સ્ટેશન પાસે ક્રિષ્ના ટ્રાવેલ્સ વાળી શેરીના નાકા પાસે હિરેન ઉર્ફે હકો નિતીનભાઇ દવે (ઉ.વ. 28, ધંધો મજુરી, રહે. મોરબી, વાવડી ગામ, ખોડીયાર ડેરી પાસે, ને વર્લી ફીચરના આકડા લખી જુદા-જુદા ગ્રાહકો પાસેથી નાણા લઇ, તે આંકડા લખી નશીબ આધારીત પૈસાની હારજીતનો જાહેરમાં જુગાર રમી રમતા પકડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેરમાં યુવક ગુમ
વાંકાનેર શહેરમાં જીનપરા મેઈન રોડ પર રહેતા ધ્રુવભાઈ રાજેશભાઈ મકવાણા ઉવ૨૧ ઘરેથી કામ ઉપર જવાનું કહીને ગુમ થયેલ છે બનાવની નોંધ કરી પોલીસે તેની શોધખોળ આદરી છે. ધ્રુવ વાને ઘઉંવર્ણો, પાતળો બાંધો અને હાથમાં “ઓમ” ત્રોફાવેલ છે આંખનો કલ૨ કાળો, ચહેરો ગોળ, શરીરે બ્લુ કલરનુ જીન્સ પેન્ટ તથા કબુતર કલરનુ ટી-શર્ટ પહેરેલ છે જો કોઈને જાણવા મળે તો વાંકાનેર સીટી પોલીસ મથકનો સમ્પર્ક કરવા પોલીસે જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!