નવલખી બંદર પર મધ્ય રાત્રીએ ખૂની ખેલ માં ત્રણ ઈસમોએ લોડિંગ સાંભળતા દશરથસિંહ ને છરીના ઘા મારી નિર્મમ હત્યા કરી નાખી :ભાઈએ હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી.
માળીયા મિ.માં આવેલ નવલખી બંદર હર હમેશ કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહેતું હોય છે જેમાં ગત રાત્રીના નવલખી બંદર પર ટ્રક લોડિંગની જગ્યાએ મોટા દહીંસરાના વતની દશરથસિંહ ભગવતસિંહ જાડેજાની ઉવ 45 ની હત્યાનો બનાવ સામે આવ્યો છે.
જેમાં મૃતક દશરથસિંહ ના ભાઈ કિરીટસિંહે માળીયા મી.પોલીસમથકે ત્રણ ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે જેમાં તેઓએ જણાવ્યું છે કે ગત રાત્રી તા.22 ના રાત્રીના 12 વાગ્યે તેઓને તેની સાથે કામ કરતા દિલીપ રાજગોર નો ફોન આવ્યો હતો અને તેના ભાઈ દશરથસિંહ ને ત્રણ ઈસમોએ પીઠમાં લત મારી છરીના ઘા ઝીકી દેતા તેઓને સારવાર માં લઈ જાઉં છું બાદમાં દહીંસરા ગામના જ અનિરુદ્ધ સિંહ વેલુભા જાડેજા અને દિલીપભાઈ ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લઈને આવતા હતા એ સમયે ખીરસરા ગામ નજીક ગાડી સામે આવી હતી જેમાં બાદમાં 108 માં સાથે હું(ફરિયાદી – મૃતકના ભાઈ ) પણ બેસી ગયો હતો એ સમયે 108 માં બેસેલા અનિરુદ્ધસિંહ વેલુભાએ મને જણાવ્યું હતું કે દશરથસિંહ ને મોટા દહીંસરાના સૂર્યદીપ રણજીતસિંહ જાડેજા ,મયુર રણજીતસિંહ જાડેજા,મયુર વેલુભા જાડેજા સાથે તેઓના ટ્રક નવલખી પોર્ટ પર ચાલતા હોય મૃતક દશરથસિંહ જાડેજા પોતાની કંપનીના ટ્રક પહેલા લોડીગ કરાવતા હોય જેમાં ફોન પર લોડીગ બાબતે ગાળા ગાળી થઈ માથાકૂટ થઈ હતી જેમાં બાદમાં આ ત્રણેય ઈસમો ત્યાં આવી અને દશરથસિંહ જાડેજાને પીઠમાં લત મારી છરીના ચાર ઘા મારી દેતા દશરથસિંહ ઢળી પડ્યા છે જેમાં અનિરુદ્ધ સિંહના જણાવ્યાં અનુસાર તેઓનો ભાઈ તેને આ વાત જણાવી ક્રેટા કાર લઈ ગયો છે બાદમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતા ત્યાં હાજર ડોકટર દ્વારા મૃત જાહેર કર્યા હતા જેથી બનાવ હત્યામાં પરિણમ્યો છે જેમાં હાલ માળીયા મી પોલીસે મૃતક ના ભાઈ કિરીટસિંહ જાડેજાની ફરિયાદ પરથી સૂર્યદીપ રણજીતસિંહ જાડેજા ,મયુર રણજીતસિંહ જાડેજા,મયુર વેલુભા જાડેજા રહે.તમામ મોટા દહીંસરા તા.માળિયા મી.વાળા વિરુદ્ધ હત્યાની કલમ 302,324,504,114 ને જીપીએકટ કલમ 135 હેઠળ ગુનો નોધી આરોપીઓના સગડ મેળવવા કવાયત હાથ ધરાઈ છે.