Saturday, December 28, 2024
HomeGujaratમોરબી કંડલા બાયપાસ પરના આવાસ યોજના પાસેથી પીસ્ટલ સાથે એક ઝડપાયો

મોરબી કંડલા બાયપાસ પરના આવાસ યોજના પાસેથી પીસ્ટલ સાથે એક ઝડપાયો

મોરબી કંડલા બાયપાસ પર આવેલ આવાસ યોજના પાસે પીસ્ટલ લઈ સીનસપાટા કરતા એક શખ્સને મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઝડપી લઈ કાયદેગસરની કાર્યવાહી કરી હતી. આ ગુન્હામા સુરેન્દ્રનગરના શખ્સનું નામ ખુલતા આ શખ્સની ભાળ મેળવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી કંડલા હાઇવે પર આવેલ ધ્રુવ હોસ્પીટલ પાછળની સરકારી આવાસ યોજના પાસે એજાજ ઉર્ફે અલાદીન યુસુફભાઇ સલોટ (ઉ.વ.૨૦ રહે.ગોંડલ વોરા કોટડા રોડ સબ જેલ પાસે આવાસ યોજનાના ક્વાટ્સ નં-૧૮૦ માં તા.ગોંડલ જી.રાજકોટ)ને લાયસન્સ કે આધાર વગર, દેશી બનાવટની પીસ્ટલ નંગ-૧ કી.રૂ.૧૦,૦૦૦તથા કાર્ટીઝ નંગ –૨ કિ.રૂ.૨૦૦ સાથે મળી કુલ કિ.રૂ. ૧૦,૨૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે તેની વિરુદ્ધ આર્મ્સ એકટ કલમ રપ(૧-બી),એ તથા જી.પી.એકટ કલમ ૧૩પ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેની પૂછપરછ દરમિયાન અન્ય એક સમીર અનવરભાઇ કંડીયા રહે.સુરેંદ્રનગરના શખ્સનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!