મોરબી : મોરબી તાલુકા પોલીસે ગઈકાલે મોરબી જેતપર હાઇવે રોડ પીપળી ગામથી આગળ એસ્સાર પેટ્રોલ પંપની નજીક રોડ ઉપર બાઈક પર વિદેશી દારૂની બોટલો લઈને નીકળેલો આરોપી પ્રવિણભાઇ લખમણભાઇ સાલાણીને વિદેશી ઇગ્લીશ દારૂ મેકડોલ નંબર-૧ સુપીરીયર વીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ ૭૫૦ મીલી કાચની શીલ બંધ બોટલ નંગ-૪ તથા વાઇટ લેગ વોટકા ઓરેન્જ ફલેવર ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ ૭૫૦ મીલી કાચની શીલ બંધ બોટલ નંગ-૮ એમ મળી કુલ બોટલ નંગ-૧૨ કિમત રૂપિયા-૩૯૦૦ તથા મો.સા રજી નંબર- GJ-36-D-0647 વાળુ કિમત રૂપિયા ૨૦,૦૦૦ એમ મળી કુલ કિમત રૂપિયા-૨૩,૯૦૦ નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે ઝડપી લીધો હતો.









