Friday, December 27, 2024
HomeNewsHalvadહળવદ તાલુકાનાં દેવળીયા ગામ નજીક દારૂની 24 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

હળવદ તાલુકાનાં દેવળીયા ગામ નજીક દારૂની 24 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

હળવદ તાલુકાના દેવળીયા ગામની ચોકડી નજીકથી ર૪ બોટલ અંગ્રેજી દારૂ સાથે એક શખ્સને સ્થાનિક પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા રૂપિયા ૧૪,૬૦૦ના મુદામાલ સાથે ઝડપાયેલ શખ્સને હળવદ પોલીસ મથકે લાવી પુછપરછ કરતા વધુ ત્રણ શખ્સોના નામ ખુલતા તેઓને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ મથકની સર્વેલન્સ સ્કોર્ડના યોગેશદાન ગઢવી, ગંભીરસિંહ ચૌહાણ, દેવુભા ઝાલા સહિતનાઓ દેવળીયા ગામ તરફ પેટ્રોલીંગમાં હોઈ, તે અરસામાં મળેલ બાતમીના આધારે દેવળીયા ગામની ચોકડી પાસે આવેલ પ્રાચી કોમ્પ્લેક્ષની બાજુમાં અંગ્રેજી દારૂની ર૪ બોટલ સાથે આત્મારામ ઉર્ફે ઉત્તમ છગનભાઈ પુરોહિત (રહે. દેવળીયા, મુળ રાજસ્થાન)ના શખ્સને દબોચી લેવાયો હતો. ઝડપાયેલ શખ્સને હળવદ પોલીસ મથકે લઈ આવી ર૪ બોટલ કિં.રૂ. ૯૬૦૦, એક મોબાઈલ કિ.રૂ. પ હજાર મળી કુલ રૂ.૧૪૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની વધુ પુછપરછ કરાતા આ દારૂ પ્રકરણમાં વધુ ત્રણ નામ ખુલ્યા હતા. જેમાં વિજયભાઈ જયંતિભાઈ પટેલ (રહે. દેવળીયા), આશિફ ઉર્ફે અશોક ઉર્ફે બાડો ઈકબાલભાઈ મુલતાની (રહે. દેવળીયા) અને હરદેવસિંહ ચનુભા પરમાર (રહે. દેવળીયા)નું નામ ખુલતા આ ત્રણેય શખ્સોને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!