મોરબી પંથકમાં પ્યાસીઓની પ્યાસ બુજાવવા ભેજાબાજ બુટકેગરો નિત નવા કિમીયા કાઢતા હોય છે ત્યારે આજે મોરબી ભકિતનગર ઓવરબ્રીજ પાસેથી ટ્રેકટર સાથે થ્રેસર ચોરખાનું બનાવી તેમાં છુપાવી લઇ જવાતા વિદેશીદારૂની 807 બોટલના જથ્થા સાથે એક આરોપીને મોરબી એલ.સી.બી. પોલીસે ઝડપી લીધો હતો.
મોરબીના ભકિતનગર ઓવરબ્રીજ પાસેથી ટ્રેકટર સાથે થ્રેસર જોડી થ્રેસરમાં ચોરખાના બનાવી તેમાં વિદેશીદારૂનો જથ્થો છુપાવી હેરાફેરી કરાતી હોવાની બાતમીને પગલે એલસીબી સ્ટાફે દોડી જઇ તપાસ હાથ ધરતા આરોપી ચુનારામ સોનારામ ગોદારા નામનો ભેજાબાજ શખ્સ પોલીસને શંકા ન જાય તે માટે ટ્રેકટર સાથે જોડેલ થ્રેસર (ખેત પેદાશ જીરૂ ચણા , વરીયાળી ઉપાડવાના કામમાં ઉપયોગી થતું ઓજાર)માં ચોરખાનું બનાવી અંગ્રેજી દારૂની બોટલો સંતાડી રાજસ્થાનથી રાજકોટ લઇ જવાતું હોવાનું માલુમ પડ્યું હતું. જેને પગલેં પોલીસે રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી ની ૧૬૨ બોટલ કિ.રૂ .૮૪૨૪૦ તથા મેક્ડોવેલ્સ નં .૧ની ૬૪૫ બોટલ કિ.રૂ .૨,૪૧,૮૭૫ તથા મહિન્દ્રા B – 275 DI ટ્રેકટર રજી. નં. RJ – 46 – RA – 2788 તથા થેસર કિ.રૂ .૨,૦૦,૦૦૦ અને સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન -૧ કિ.રૂ .૫૦૦૦ મળી કુલ કિ.રૂ .૫,૩૧,૧૧૫ નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ પ્રકરણમાં આરોપી રાજુભાઇ ચૌધરી રહે.સાંચોર રાજસ્થાનનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.