પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી પી આઈ વી.બી.જાડેજાની સુચનાથી પીએસઆઈ એન.બી.ડાભી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન વિક્રમસિંહ બોરાણા તથા સહદેવસિંહ જાડેજાને બાતમી મળી હતી કે મોરબીના પરસોતમ ચોકમાં રાષ્ટ્રીય શાળા નજીક બ્રીજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલાએ પોતાની આઈ-૨૦ કાર નં. જીજે-૦૬-ઈકયું-૫૯૩૯ વાળી પરસોતમ ચોકમાં પાર્ક કરેલ હોય જે ગાડીં વિદેશી દારૂ ભરેલ હોય અને તે પોતાના ઘરે હાજર હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપી બ્રીજરાજસિંહ ઝાલાને તેના રહેણાંક મકાનેથી બોલાવી ગાડી ખોલાવી ચેક કરતા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૯૬ કીમત રૂ.૧,૯૨,૦૦૦/- તથા કાર કીમત રૂ.૨,૦૦,૦૦૦/- એમ કુલ મુદામાલ કીમત રૂ.૩,૯૨,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી બ્રીજરાજસિંહ ઝાલાને પોલીસે ઝડપી પાડી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં પી આઈ વી બી જાડેજા, પી એસ આઈ એન બી ડાભી, સંજયકુમાર પટેલ, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઈ કાણોતરા, સહદેવસિંહ જાડેજા, નીરવભાઈ મકવાણા, દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.