Tuesday, May 7, 2024
HomeGujaratમાળીયા મિયાણા પંથકમાંથી જામગરી બંદૂક સાથે એક ઝડપાયો

માળીયા મિયાણા પંથકમાંથી જામગરી બંદૂક સાથે એક ઝડપાયો

માળીયા મિયાણાના મચ્છુ નદીને કાંઠા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી પોલીસે જામગરી બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના માળીયા ખાતે મચ્છુ નદીના કાંઠે આવેલા કબ્રસ્તાનની બાજુમા રહેણાંક મકાનમાં આરોપીના ઇંદ્રીશભાઇ અયુબભાઇ લધાણી (ઉ.વ -૪૨)ના કબ્જામાંથી પોલીસે બાતમીના આધારે ગેરકાયદે સિંગલ બેરલની જામગરી બંદુક ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં પીએસઆઇ એન.એચ.ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ, ક્રિપાલસિંહ વનરાજસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, કોન્સ્ટેબલ સંજયભાઇ દિલિપભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, જયપાલભાઇ લાવડીયા સહિતના હજાર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!