Wednesday, April 24, 2024
HomeGujaratમોરબીનાં લાતીપ્લોત જોન્શનગરમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

મોરબીનાં લાતીપ્લોત જોન્શનગરમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી જોન્શનગર-૧૧ માં રહેતા આશીફભાઈ અનવરભાઈ મીનીવાડીયા પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે બાતમી આધારે રેઈડ કરતા આરોપી આશીફભાઈ અનવરભાઈ મીનીવાડીયા (ઉ.વ.૩૩, રહે. મોરબી લાતીપ્લોત જોન્સનગર શેરી નં. ૧૧) નાં રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નં. ૧ સુપરીયર વ્હીસ્કી બોટલ નંગ ૪૦ તથા રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રિમીયમ વ્હિસ્કીની બોટલ નંગ ૨૦ મળી કુલ બોટલ નંગ ૬૦ કિંમત રૂપિયા ૨૫૪૦૦/- નો મુદ્દામાલ મળી આવતા તે કબ્જે કર્યો હતો. તેમજ પુછતાછ માં આ દારૂ આપનાર ઈકબાલ ઉર્ફે જીણી કરીમભાઈ વડાવરીયા (રહે.મોરબી પંચાસર રોડ ભારતપરા)નુ નામ ખુલતા બંને આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!