Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના વજેપરમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

મોરબીના વજેપરમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી રાધીકા ભારાઇ સાહેબના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ નાઇટ રાઉન્ડમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. ભરતભાઇ હુંબલને ખાનગીરાહે બાતમી મળેલ કે અરવિંદભાઈ દાદુભાઈ ગઢવી(રહે. વજેપર શેરી નંબર-૪ તા.જી. મોરબી) પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. બાતમીને આધારે એ ડિવિઝન પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા અરવિંદભાઇ દાદુભાઇ ગઢવીના કબ્જામાંથી (૧)જોહની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી બોટલ નંગ-૧૨, કિ.રૂ.૧૯૦૮૦ (ર) બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કી બોટલ નંગ.૮ ની કિ.રૂ.૬૮૦૦ તથા (૩) એન્ટીકવિટી પ્લેટીનિયમ બોટલ નંગ.૩ મળી કુલ બોટલો નંગ-૨૭ કી.રૂ.૩૧,૮૩૦નો મુદામાલ કબજે કરી આરોપી વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!