Friday, May 3, 2024
HomeGujaratમોરબીની યમુનાનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબીની યમુનાનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

ગુજરાતમાં દારૂનું દૂષણ ડામવા ગુજરાત રાજ્યના DGP દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજી કાર્યવાહી કરવા સૂચના આપતા તેના અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવીઝન પોલીસની ટીમે યમુનાનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો પકડી પાડી એકની અટકાયત કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, યમુનાનગર સોસાયટી શેરી નં.૦૪ના નાકે આવેલ આનંદભાઇ ઉર્ફે લાલાભાઇ દામોદરભાઇ રાયગગલાના મકાનમાં પરપ્રાંતમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરવામાં આવે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની પરપ્રાંતીય વિદેશી દારૂ/વોડકાની ૨૦ કાચની કંપની સીલ પેક બોટલોનો રૂ.૯૩૨૦/-નો જથ્થો કબ્જે કર્યો છે. તેમજ આનંદભાઇ ઉર્ફે લાલાભાઇ દામોદરભાઇ રાયગગલા નામના શખ્સની સ્થળ પરથી અટકાયત કરી છે. જયારે સાહિલ સીદીકભાઇ ચાનીયા (રહે.મોરબી વાઘપરા) નામનો અન્ય આરોપી સ્થળ પર હાજર નહિ મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!