મોરબીમાં થર્ટી ફર્સ્ટ પ્યાસીઓ છાકટા ન બને તે માટે પોલીસ સતર્ક બની છે. અને ઠેર-ઠેર રેઇડ કરી દારૂની હેરાફેરી કરતા શખ્સોને પકડી પાડી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી રહી છે. ત્યારે આજે મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમે રૂ.૨૯,૨૫૦/-ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય તેમજ કોન્સ્ટેબલ તેજાભાઇ ગરચરને ખાનગીરાહે હકિકત મળેલ કે, પંચાસર રોડ ખ્વાજા પેલેસની બાજુમા રહેતો શબ્બીરભાઈ આદમભાઈ ઉર્ફે આદુભાઈ સેડાત નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમા ઈગ્લીસ દારૂનો જથ્થો રાખી ઈંગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરે છે. જે હકિકતના આધારે મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમે રેઇડ કરતા રહેણાંક મકાનેથી બ્લેક લેક એક્ષેસ રમની રૂ.૧૮,૦૦૦ની કિંમતની ૬૦ બોટલો, મેકડોલ્સ નં.૧ કલેક્શન વ્હીસ્કીની રૂ.૮૨૫૦/-ની કિંમતની ૨૨ બોટલો તેમજ ઓલ સેસન્સ ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હીસ્કીની રૂ.૩,૦૦૦/-ની કિંમતની ૧૦ બોટલો મળી કુલ ૯૨ બોટલો કે જેની કિંમત રૂ.૨૯,૨૫૦/- છે તે કબ્જે કરી આરોપી શબ્બીરભાઈ આદમભાઈ ઉર્ફે આદુભાઈ સેડાત સ્થળ પર મળી ન આવતા પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.