Wednesday, December 4, 2024
HomeGujaratમાળીયા તાલુકાના દહીસરા ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, એકની...

માળીયા તાલુકાના દહીસરા ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, એકની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન માળિયા તાલુકાના દહીંસરા ગામે આરોપી ઈરફાન અલીભાઈ સુમરા (રહે.નાના દહીસરા) વાળાએ બાવળની ઝાડીમાં પોતાના કબજામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી ત્યાંથી ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર રાખેલ ભારતીય બનાવટની મેકડોવેલ્સ-૦૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલ નંગ-૪૬ કિં.રૂ.૧૯,૩૨૦/- સાથે આરોપી ઈરફાન સુમરાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપી ઈરફાન વેચાણ કરવાના ઈરાદે વિદેશી દારૂનો જથ્થો આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા (રહે-મોટા દહીસરા) વાળા પાસેથી લાવેલા હોવાની કબુલાત આપતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. એક્ટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!