મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા નજીક આવેલ અતિથિ પેપરમીલ સામે બોલેરો વાહને સામેથી આવતા બાઈક સવાર બે યુવકોને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને બેભાન હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિ.માં સારવાર અર્થે ખસેડતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મરણ ગયાનું જાહેર કર્યું હતું જયારે બાઈકની પાછળ બેસેલ યુવકને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે આવેલ એરોન પ્લાસવૂડ કારખાનામાં કામ કરતા દિવ્યેશભાઈ ઘનશ્યામભાઈ કોઠી અને વિપુલભાઈ વિજયભાઈ નટટ બંને કારખાનાની નોકરી પુરી કરી બજાજ પ્લેટિન રજી.નં. જીજે-06-સીજી-7356 લઈને કારખાનાંથી નજીક આવેલ હોટલે દૂધ લઇ પરત આવતા હોય ત્યારે બહાદુરગઢના પાટીયા નજીક અતિથિ પેપરમીલ સામેથી પસાર થતા હોય ત્યારે સામેથી આવતી બોલેરો ગાડી રજી.નં.જીજે-36-વી-4763ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બંને બાઈક સવાર યુવકોને હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બાઈ ચાલક દિવ્યેશભાઈને માથાના ભાગે અને શરીરે ઈજાઓ પહોંચતા તેને બેશુદ્ધ હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ જતા ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કાર્ય હતા જયારે બાઈકની પાછળ બેઠેલ વિપુલભાઈને શરીરે અને મોઢા ઉપર સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સમગ્ર અકસ્માતના આ બનાવમાં મરણ જનારના મોટાભાઈ નિલેશભાઇ ધનશ્યામભાઇ ગોઠી ઉવ.૨૧ રહે.હાલ બહાદુરગઢના પાટીયા પાસે એરોન પ્લાસવુડ કારખાનાના લેબર ક્વાટરમા મુળ રહે.ભરાડા તા.ધ્રાગધ્રા જી.સુ.નગરએ આરોપી બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બોલેરો ચાલક વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.