Monday, January 13, 2025
HomeGujaratસમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આગામી તારીખ ૦૪-૦૨-૨૦૨૩ થી મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ,મોરબી માળિયા હાઇવે,નવા નાગડાવાસ ખાતે આયોજન સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષીની યાદીમાં કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

સમસ્ત બ્રહ્મ સમાજના જણાવ્યા અનુસાર, સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ (ડે)–2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેની એન્ટ્રી ફી 2500/- છે. તેમજ ચેમ્પીયન્સ ટીમને 7100/-રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. જયારે રનર્સ અપ ટીમને 3000/-નો ઇનામ આપવામાં આવશે. ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ ટુર્નામેન્ટ શરૂ થવાની તારીખ 04/02/2023 છે. આ ટુર્નામેન્ટ ના દરેક લીગ મેચ 10 OVER ની રહેશે. તેમજ ફાઇનલ મેચ 12 OVER ની રહેશે. LBW સિવાયના તમામ નીયમો લાગુ રહેશે. લીગ મેચમાં 3 OVER તેમજ ફાઇનલ મેચમાં 4 OVER નો પાવરપ્લે રહેશે. કોઇ પણ ખેલાડી એક જ ટીમ વતી રમી શકશે, જો કોઇ ખેલાડી બીજી ટીમ તરફથી રમતા જણાશે તો જે તે ટીમને ડીસકવોલીફાય કરવામાં આવશે. થ્રો બોલીંગ ચાલશે નહી. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમને જણાવેલ સમય કરતા 30 મીનીટ વહેલું હાજર થવાનું રહેશે. કોઇપણ બાબતમાં આયોજકનો નિર્ણય આખરી રહેશે. ટુર્નામેન્ટ દરમ્યાન ટાઇ થશે. તો સુપર ઓવર દ્વારા પરિણામ નકકી કરવામાં આવશે. ટુર્નામેન્ટમાં ઓરીજનલ આધાર કાર્ડ ઓળખ પુરાવા માટે સાથે રાખવું. તેમજ ટુર્નામેન્ટમાં માત્રને માત્ર બ્રહ્મસમાજના જ ખેલાડી ભાગ લઇ શકશે. એ સિવાયના બીજી જ્ઞાતિના કોઇ ખેલાડી જણાશે તો જે તે ટીમને ડીસકવોલીફાય કરવામાં આવશે. લીગ મેચમાં બે બોલરો વધુમાં વધુ 3 OVER નાખી શકશે. અને ફાઇનલમાં કોઇપણ બોલર વધુમાં વધુ 3 OVER નાખી શકશે. બહાર ગામથી ભાગ લેનાર ટીમ માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા રાખેલ છે. નો બોલ, વાઇડ, લેગ બાય, બાયના રન રાખેલ છે. તેમજ દરેક પ્રકારના નો બોલમાં ફ્રી હીટ મળશે. ત્યારે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, વધુમાં વધુ 8(આઠ) ટીમો કરવાની હોય વહેલા તે પહેલાના ધોરણે એન્ટ્રી સ્વીકારાશે. ત્યારે આ કાર્યક્મનું આયોજન સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના મહામંત્રી – કેયુરભાઈ પંડ્યા, સમસ્ત બ્રહ્મસમાજ મોરબીનાં પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા સમસ્ત બ્રહ્મસમાજ મોરબીનાં મહામંત્રી – અમુલભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું છે. તેમજ ટુર્નામેન્ટમાં જોડાવવા સ્પર્ધકોએ પ્રતિકભાઇ જોષી (99781 02602), આર્યનભાઇ ત્રિવેદી (82381 38566), અમુલભાઈ જોષી | (મહામંત્રીશ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી), દિપેનભાઇ ભટ્ટ (97279 86386) તથા શ્રી સમસ્ત બ્રહ્મસમાજ – મોરબીનો સંપર્ક કરવાનો રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!