મોરબી પોલીસ દ્વારા આકસ્મિક સંજોગોમાં બોર્ડના પરિક્ષાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડવા માટે સ્પેશ્યલ કન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે જેમાં હેલ્પલાઈન નમ્બર જાહેર કરી મુસીબત માં રહેલા વિદ્યાર્થીઓ સુધી પંદર મિનિટમાં પહોંચી તેને પરીક્ષા ખંડ સુધી પહોંચાડવા 120 પોલીસકર્મીઓની ટિમ ખડે પગે રાખવામાં આવી છે જેમાં મોરબી મિરરની ટીમે વિદ્યાર્થી બનીને રિયાલિટી ચેક કર્યું હતું જેમાં પોલીસ 12 મિનિટમાં પહોચી હતી.
મોરબી સહિત રાજ્યભરમાં આવતીકાલથી વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વની ગણાતી ગુજરાત માધ્યમીક બોર્ડ તથા ઉચ્ચતર માધ્યમીક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા આકસ્મિક સંજોગોમાં પરિક્ષાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડવાની મદદ અંગેની પહેલ કરી છે. પોલીસની આ સાચા પ્રજામિત્ર તરીકેની કબીલેદાદ પહેલને લોકોએ આવકારી છે ત્યારે મોરબી મિરર દ્વારા મોરબી પોલીસની આ પહેલ કેટલી હદે સફળ છે તેની હકીકત ચેક કરવા રિયાલિટી ચેક કર્યું હતું જેમાં પોલીસે જાહેર કરેલા હેલ્પલાઇન મોરબી મિરરની ટીમે વિધાર્થી બની મદદ માંગી હતી જેમાં મોરબી જિલ્લા પોલીસ દ્વારા કરાયેલ પહેલમાં જણાવ્યા અનુસાર આવતીકાલથી ગુજરાત માધ્યમીક બોર્ડ તથા ઉચ્ચતર માધ્યમીક બોર્ડની ધો. 10 અને 12 ની પરીક્ષા શરૂ થશે ત્યારે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા પહેલા રસ્તામાં બાઈક, કાર સહિતના વાહનની યાંત્રીક ખરાબીના કારણે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં તકલીફ ઉભીં થયા તાત્કાલીક મોરબી શહેર પોલીસ કંટ્રોલરૂમના ફોન નંબર – 02822 243478 તથા મોબાઇલ નંબર – 74339 75943 ઉપર ફોન કરવાથી પોલીસ સ્ટાફ તાત્કાલીક વિદ્યાર્થીઓની વ્હારે આવી પરીક્ષાર્થીને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ કરી હતી અને વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વનું ગણાતું વર્ષ ન બગડે તે માટે મોરબી પોલીસે ખુદ મદદનો હાથ લંબાવ્યો છે. આથી મોરબી પોલીસે માત્ર સુરક્ષાની જ નહીં પરંતુ વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ ન બગડે તેવી જવાબદારી ઓઢી હોવાનો ઘાટ સર્જાયો છે. પોલીસનાં આ પ્રજામિત્ર તરીકેના અભિગમથી મોરબીવાસીઓમાં પોલીસની છાપ વધારે માનભરી બની છે.ત્યારે મોરબી મિરર ના રિયાલિટી ચેક માં પોલીસની બે જુદી જુદી ટિમો એક પીસીઆર વાન અને બીજી બાઇક ટિમે સંપર્ક કર્યો હતો અને ફોન કર્યાના 12 મિનિટમાં જ જે તે જગ્યાએ પોલીસ પહોંચી ગઈ હતી ત્યારે મોરબી પોલીસ બોર્ડના વિદ્યાર્થીઓ માટે સતત સતર્ક હોવાનું રિયાલિટી ચેકમાં બહાર આવ્યું હતું .