મોરબીમાં કોરોનાનું વધુ સંક્રમણ ટાળવા માટે અનાજ-કરિયાણા એસોસિએશન, પ્લાયવુડ-હાર્ડવેર એસોસિએશન બાદ હવે રીટેલ ઓપ્ટિકલ એસોસિએશન દ્વારા અડધો દિવસ દુકાનો બંધ રાખવા સ્વયંભૂ નિર્ણય કરાયો છે.
મોરબી રીટેલ ઓપ્ટિકલ એસોસિએશનનાં પ્રમુખ સંજયભાઈ વોરાની યાદીમાં જણાવાયું હતું કે, મોરબીમાં વધતા જતા કોરોના સંક્રમણ ટાળવા અને કોરોનાનું જોખમ અટકાવવા માટે આવતા સોમવાર તા.૧૨ એપ્રિલ સુધી બપોરના ૪ વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને મોરબી રીટેલ ઓપ્ટિકલ એસોસિએશનનાં તમામ વેપારીઓને સોમવાર સુધી બપોર ૪ વાગ્યા પછી દુકાનો બંધ રાખવા અપીલ કરી છે.