Thursday, December 26, 2024
HomeNewsTankaraમોરબી મિરરમાં પ્રસારીત એહવાલ પગલે કેમિકલયુક્ત પ્રદુષિત પાણી નદીમાં છોડતી સાબુની ગેરકાયદેસર...

મોરબી મિરરમાં પ્રસારીત એહવાલ પગલે કેમિકલયુક્ત પ્રદુષિત પાણી નદીમાં છોડતી સાબુની ગેરકાયદેસર ફેક્ટરી સામે આકરા પગલા ભરવા આદેશ

ટંકારા તાલુકાના હિરાપર ગામ નજીક ગેરકાયદેસર ધમધમતી સાબુની ફેકટરી ના કેમીકલ યુક્ત દુષિત પાણી ગામડાની નદી,નાળા વાટે ડેમ સુધી પહોંચ્યુ હતું હજારો જળચર ના તડપી તડપી ને મોત નીપજ્યાં હતા અને પાણી દુષિત થતા ગામડાના પશુધન,ખેતી સહિત જનઆરોગ્યને ખતરો પેદા થયા મામલે હોબાળો મચ્યો હતો જે અંગે નો એહવાલ મોરબી મીરરમા પ્રસારિત થતા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ઓફિસરે જાતે ધસી જઈ ફેકટરી સંચાલકને નોટીસ પાઠવી આકરા પગલાની તજવીજ હાથ ધરી હતી. જમીન ઉપર ગેરકાયદેસર નુ કારખાનુ શરતભંગ છે કે શુ તેની તપાસ પણ થશે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકા ના લતીપર રોડ ના સાવડી ગામે પસાર થતી ફુલઝર નદીમા ઉપરવાસથી કેમીકલયુકત દુષિત પાણી આવતા નદીમા વસતા માછલી સહિતના જળચર પ્રાણીઓનો સોથ વળી ગયો હોવાનુ ગામડાના લોકોના ધ્યાને આવતા હોબાળો મચ્યો હતો.સાવડી ગ઼ામ પંચાયતના સરપંચ પ્રભાબેન હેમંતભાઈઍ સભ્યોને સાથે રાખી વિક્રમ કારાવાડીયા સહિત ના તાબડતોબ ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવી મોરબી જીલ્લા મથકે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ રાવ કરી તાકિદે પગલા લેવા માંગ કરી હતી.ગામડાની ફરીયાદ મુજબ નદીના પાણીનો ઉપયોગ સાવડી,સરાયા,ઓટાળા,બંગાવડી સહિતના અનેક કરી રહ્યા હોય દુષિત પાણીથી ગામડાનુ પશુધન તથા જનઆરોગ્યને ખતરા સાથે સિંચાઈથી ખેતીને નુકશાન થવાની દહેશત વ્યકત કરી હતી.ઉપરાંત,વહેતુ પાણી નજીકના સિંચાઈ માટેના બંગાવડી ડેમમા ભળવાથી આખો ડેમ દુષિત થયા ની દહેશત થી ગામડાની ખેતી બરબાદ થવા ની ભીતી સેવાઈ રહી છે બનાવની ગંભીરતા પારખી પ્રદુષણ નિયંત્રણ અધિકારી કે.બી.વાઘેલા જાતે ધસી આવી નિરીક્ષણ કરી તપાસ કરતા તેઓના ધ્યાને આવ્યુ હતુ કે, હિરાપર ગામે ગેરકાયદે ધમધમતી સાબુ ની ફેકટરીનુ દુષિત પાણી નદીમા પહોંચ્યુ હતુ. ત્યારે સ્થળ પર જ ગેરકાયદે ગામડામા ધમધમતી સાબુની ફેકટરી ના સંચાલકને નોટીસ ફટકારી ફેકટરી સીલ કરવા સુધી ના આકરા પગલા ભરવા તજવીજ હાથ ધરી હતી.

પરંતુ સોથી ગંભીર બાબત તો એ છે કે હિરાપર ગામ ના રસ્તા ઉપર જ આવેલી ગેરકાયદે ફેક્ટરી ધમધમી રહી હતી અને આધિકારિક સૂત્રોએ જણાવ્યું છે કે આ જમીન ખેતી લાયક હોવા છતાં કારખાના ના ઉપયોગ મા લેવાતી હતી ત્યારે ગામડે નોકરી કરતા વહીવટી તંત્ર ના એક પણ કર્મચારી ને આ કેમ દેખાણુ નહી? આ અંગે ટંકારા પ્રાંત અને ડેપ્યુટી કલેકટર મોરબી ના ડી. એન. ઝાલા ને આ પુછતા તેમણે જણાવ્યું હતું કે મામલતદાર કચેરી ટંકારા ના ધ્યાન પર આ બાબત રાખી તપાસ કરવા જણાવ્યું છે ત્યારે હવે જોવાનુ રહુ કે ટંકારા મા ધમધમતા આવા કેટલા ગેરકાયદે કારખાના ઉપર તવાઈ ઉતરે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!