આધુનિક યુગ ટેકનોલોજીનો છે. દરેક વ્યક્તિ સામાજિક હોય, કે ન હોય, પરંતુ સોશિયલ થવા ઇચ્છે છે. અન્ય શબ્દોમાં કહીએ તો વ્યક્તિ ખુદને સોશિયલ મીડિયા વગર અધૂરી સમજે છે. આજે સોશિયલ મીડિયા દુનિયાભરના લોકો સાથે જોડાવાનું એક મહત્ત્વપૂર્ણ સાધન બની ગયું છે અને તેણે વિશ્વના સંચારને એક નવી દિશા આપી છે. સોશિયલ મીડિયા આજે લોકો માટે સકારાત્મક અને નકારાત્મક બંને દૃષ્ટિથી હથિયારનું કામ કરે છે. ત્યારે વિદ્યાર્થીઓમાં સોશિયલ મીડિયાના વિવેકપૂર્ણ ઉપયોગ અંગે જાગૃતતા માટે પત્રકાર એસોસિએશન મોરબી દ્વારા આગામી તા.૦૭/૦૧/૨૦૨૩ ને શનિવારના રોજ સાર્થક વિદ્યામંદિર (E ફ્લોર) ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો.11,12 કોમર્સના વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.