Wednesday, December 25, 2024
HomeGujaratમોરબી સબ જેલ ખાતે કેદીઓ માટે ઇન્ટેગ્રેટેડ વેલનેશ કેમ્પનું કરાયુ આયોજન

મોરબી સબ જેલ ખાતે કેદીઓ માટે ઇન્ટેગ્રેટેડ વેલનેશ કેમ્પનું કરાયુ આયોજન

મોરબી સબ જેલ ખાતે ૧૭/૧૦/૨૦૨૩ના આજરોજ ઇન્ટેગ્રેટેડ વેલનેશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સબજેલ મોરબી ખાતે ૫૬ બંદીવાન ભાઈઓની તેમજ બે બંદીવાન બહેનો ની HIV, TB, STI અને Hepatitisની B & C તપાસ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સબજેલ ખાતે ઇન્ટેગ્રેટેડ વેલનેશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૬ બંદીવાન ભાઈઓની તેમજ બે બંદીવાન બહેનો ની HIV, TB, STI અને Hepatitis ની B & C તપાસ કરવામાં આવી હતી. જિલ્લા ટી. બી અને એઇડ્સ કંટ્રોલ અધિકારી ડો. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ દિશા-ડાપ્કુ ટીમના સુરેશ ચૌહાણ, સી. એસ.ઓ અને સુભીક્ષા પોગ્રામના મીનાબેન પરમાર, પી.પીએમ દ્રારા સમગ્ર કેમ્પેઈન આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં HCTS ટીમના વસંતભાઈ કાઉન્સેલર, જસ્મીતાબેન એલ.ટીએ ઉપસ્થિત રહી કામગીરી કરી હતી. આ કેમ્પેઈનને સફળ બનાવવા સબ જેલ મોરબીના આધિક્ષક ડી.એમ.ગોહિલ તેમજ જેલર પી.એમ.ચાવડા અને સમગ્ર જેલ સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!