ગત તા.21/11/2022ના રોજ એન.એસ.એસ યુનિટ દ્વારા નવયુગ કોલેજ ખાતે થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રોગ્રામ ઓફિસર રાજ પંડિત દ્વારા થેલેસેમિયા અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા અને નવયુગ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજિયા તથા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવ દ્વારા આ કાર્યક્રમ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોક્ટર વરૂણ ભીલા, હેતવીબેન સુતરીયા, પ્રિયાબેન, ભાવેશ ચોલેરા, જાનકીબેન કાલાવડીયા, કૃપાલીબેન પરમાર તથા હિરલબેન સંતોકી, જાનકીબેન ઠાકર અને ગઢવીભાઈએ જેહેમત ઉઠાવી હતી. અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.