મોરબીમાં દિવાળી વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવા આવ્યું છે. સ્પર્ધકોએ વિષયને અનુરૂપ ચિત્ર બનાવી ૨૨ નવેમ્બર સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતે જમા કરાવવા અનુરોધ કરાયો છે.
ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઈલ ટૂ સ્પોટસના અભિયાનની નવતર પહેલ કરી છે. રાજયના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સંયુક્ત રીતે “દિવાળી” વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે.
મોરબી જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધાની તા.૦૧ નવેમ્બર ૨૦૨૧ થી ૨૨ નવેમ્બર અને રાજય કક્ષાની ચિત્રસ્પર્ધાની તા.૦૨ ડિસેમ્બર ના રોજ યોજાશે. જેમાં ૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર “દિવાળી” વિષય પર કૃતિ તૈયાર કરી કૃતિની પાછળ નામ, સરનામું, જન્મતારીખ, સ્કુલનું નામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી લખી આધારકાર્ડની નકલ સાથે તા.૨૨-૧૧ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રૂમનં.-૨૩૬-૨૫૭, બીજો માળ તાલુકા સેવાસદન, લાલબાગ, મોરબીને મોકલવાની રહેશે.
રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી કરવામાં આવશે જેમાંથી પ્રથમ વિજેતાને રૂ ૨૫,૦૦૦, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦, તૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫,૦૦૦ ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ આપવામાં આવશે.