કચ્છના નાના રણમાં મીઠું પકવતા કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને પાટણ જીલ્લાના અગરિયાઓનો કેન્દ્ર પાસે કરેલી માંગણીઓમાં કોઈ જ ઉલ્લેખ જોવા મળતો નથી જેથી અગરિયા પરિવારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે
સુરેન્દ્રનગરના સંસદસભ્ય તેમજ ધારાસભ્યે અગરીયાઓ ને થયેલા નુકશાન નો સર્વે કરાવી ને રાહત સહાય ચૂકવવા કરેલી ભલામણો ઉપર રાજ્ય સરકારે ઠડું પાણી રેડીને અગરિયાઓ પ્રત્યે સરકારની ઈચ્છા શક્તિનો અભાવ દર્શાવ્યો હોવાનું રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને કરેલી રજુઆતમાં જણાય છે
આ લોક પ્રતિનિધિઓની જે જીતની લીડ સરકાર માટે લાવ્યા હતા એમની સરકારે કોઈ દરકાર કે કિંમત નો કરી. રાજ્ય સરકારે કચ્છના નાના રણમાં વાવઝોડામાં અસરગ્રસ્ત બનેલા મીઠા ઉદ્યોગ અને એની સાથે સંકળાયેલા મીઠા શ્રમિક કામદારોનું મીઠા ઉત્પાદન પાકનું વળતર કે નુકશાન પામેલી સોલર સિસ્ટમ પેનલોનો પણ ક્યાંય ઉલ્લેખ કર્યો નથી.
આવા સંજોગોમાં અગરિયાઓ ના શુભ ચિંતકો અગરિયાઓ નું હિત ઇચ્છતા સ્વૈચ્છીક સંગઠનો એ ગુજરાત સરકાર દ્વારા રાહત મેળવવા માટે હવે પછી આ અગરિયાઓ માટે શું કરી શકાય એ માટે પોતાના સુચારુ સૂચનો આપે. તાઉતે વાવઝોડામાં થયેલા નુકશાન માટે કેન્દ્ર પાસે ૯૮૩૬ કરોડની સહાયની માંગણી કરી. જેમાં બાગાયતી પાકો વીજળી, સિંચાઈ, જળ વિતરણ વ્યવસ્થા વિગેરેનો સમાવેશ કર્યો છે વાવઝોડાએ 23 જિલ્લાઓમાં માનવહાની, જાનહાની અને પશુઓના મૃત્યુ તેમજ મિલકતોને પારાવાર નુકશાન કર્યું છે રાજ્યના વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં અમરેલી, ગીર, સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓનો રાજ્ય સરકારે ઉલ્લેખ કર્યો છે