Friday, August 14, 2026
HomeGujaratટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે પી.એચ. પરમારની નિમણૂંક

ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે પી.એચ. પરમારની નિમણૂંક

ચિફ ઓફિસરની જગ્યા ખાલી હોય કાયમી અધિકારી તરીકે લોન સેવાથી ઓર્ડર આપ્યો

- Advertisement -
- Advertisement -

ટંકારા નગરપાલિકામાં ખાલી પડેલી ચીફ ઓફિસરની જગ્યા પર વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબી જિલ્લા કલેકટર શ્રી સ્વપ્નિલ ખરેની આજ્ઞાનુસાર, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર દ્વારા કરવામાં આવેલા હુકમ અનુસાર ટંકારા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર (દબાણ) પી.એચ. પરમારને ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ‘લોન સેવાથી’ ફાળવવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા મહેસૂલ વિભાગના પરિપત્રો અનુસાર, રાજ્યની ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરની ખાલી જગ્યાઓ પર વર્ગ-૩ સંવર્ગના નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓને લોન સેવાથી નીમવાની જોગવાઈ તળે ટંકારા નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોવાથી મોરબી જિલ્લા કલેક્ટર કચેરી પાસે અધિકારી ફાળવવા અંગે દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તના આધારે કલેક્ટર તંત્ર દ્વારા ટંકારા ખાતે જ ફરજ બજાવતા નાયબ મામલતદાર પી.એચ. પરમારની પસંદગી કરી તેઓને ચીફ ઓફિસરનો પદભાર સોંપવાનો આદેશ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!