ટંકારા પોલીસ મથકના પીઆઇ જે.ડી. ઝાલાની રાહબરી હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે છતર ગામે રેઇડ કરી હતી, જ્યાં જય પાન પાછળની શેરીમાં લાઇટના અંજવાળે જાહેરમાં ગોળકુંડાળુ કરી જુગાર રમતા આરોપી (૧)અર્જુનભાઇ રાજેશભાઇ પરમાર ઉવ.૨૩ (૨)છગનભાઇ ધનજીભાઇ પરમાર ઉવ.૩૨ (૩)સંજયભાઇ રાણાભાઇ પરમાર ઉવ.૩૬ (૪)સાયદભાઇ જેરામભાઇ પરમાર ઉવ.૨૭ તથા (૫)કૃષ્ણભાઇ રાજેશભાઇ પરમાર ઉવ.૨૧ બધા રહે. છતર ગામ તા.ટંકારા વાળાઓને ગજીપતાના પાના તથા રોકડ રૂ.૧૩,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.






