વાકાનેર તાલુકાના ખંભાળા ગામે અરજદાર સાથે તપાસમાં ગયેલી પોલીસ ટીમ તથા પી.આઈ.પર જીવલેણ હુમલો કરનાર ૩૦ થી વધુ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તેમજ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પી.આઈ. ને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા બનાવ પગલે પોલીસના ધાડેધાડા ખંભાળા ગામે ઉતરી પડયા હતા.
વાંકાનેરના તાલુકાના ખંભાળા મા અરજદારને સાથે રાખી તપાસમા ગયેલી પોલીસ ટીમ પર બોલાચાલી બાદ હુમલો કરાયો હતો જે અંગેની પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ પી. આઈ. બટુકસીહ ગુમાનસીહ સરવૈયા તથા અરજદાર કીનટેક સીનજૅી પ્રાઈવેટ લીમીટેડની તા.૨૩/૧૦/૨૦૨૧ ની અરજી તપાસમા ખાંભાળા ગામે જતા અરજીમા અંગે પુછતા આ બાબતે હાજર આરોપીઓએ કહેલ કે શુ ફરીયાદ છે શુ ગુન્હો છે તેમ કહેતા ફરીયાદીએ કહેલ કે પવનચકકી ઉભી થાય તો તમો લોકોને શુ વાંધો છે ? તેવુ પુછતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ એકસંપ કરી ગેરકાયદે મંડળી રચી હાથમા રહેલ લાકડીઓ સાથે હુમલો કર્યો હતો. અસભ્ય વર્તન કરી આરોપી રમેશ હઠાએ કુંડલીવાળી લાકડી વડે ફરીયાદીને માથાના ભાગે એક ઘા મારી ગંભીર ઇજા કરી અન્ય આરોપીઓએ ફરીયાદીનો કાઠલો પકડી તેમજ સાહેદોને આરોપીઓએ પોતાના પાસેની લાકડીઓ વતી આડેધડ મારમારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી, સ્ત્રી આરોપીઓએ પણ તથા પી. આઈ સહિતનાને ગાળો આપી ઢીકાપાટુનો મારમારી ફરજમાં રૂકાવટ કરી હતી
આ જીવલેણ હુમલામાં પી. આઈને ગંભીર ઈજાઓ થતા પ્રથમ વાંકાનેર બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા તેમજ હુમલો કરનાર આરોપી રમેશભાઇ હઠાભાઇ, મોના જીવણ, ગોપાલ મોના, મોમ જીવણ, કાના હમીર, તેજા જીવણ, ગુણા મોમ, રામા ઉર્ફે ઉકો તેજા, ગુણા મોના, ધના થોભણભાઇ, માધા ભારાભાઇ, રમેશ મશરૂભાઈ, મૈયા પાચાભાઈ, છેલા ધારાભાઈ, વરવા પાચાભાઇ, રાજુ ધારા, ભુપત ભલા, બાબુ ભલા (૧૯) બાલા કારા, જગા હમીર, છેલા મુળા, પાચા મુળા, રણછોડ મોના, જીતા મોમ, નાનુ થોભણ તથા ત્રણેક અજાણ્યા પુરૂષ તથા પાંચેક અજાણી મહિલાઓ સામે કલમ, ૩૩૩,૩૩૨ ૩૫૩,૧૮૬ ,૩૨૩,૫૦૪, ૫૦૬(૨),૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.