Sunday, December 22, 2024
HomeGujaratપાડા ના વાંકે પખાલીને ડામ:મોરબીમાં જેસીબી ચાલકની બેફિકરાઈનાં કારણે અન્ય ત્રણ વાહનોનો...

પાડા ના વાંકે પખાલીને ડામ:મોરબીમાં જેસીબી ચાલકની બેફિકરાઈનાં કારણે અન્ય ત્રણ વાહનોનો અક્સ્માત

મોરબીમાં જે.સી.બી. ચાલકની બેદરકારીનાં કારણે મોરબી હાઇવે પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જે.સી.બી.નું કીયા કાર સાથે એકસીડન્ટ થતા પાછળથી આવતી ક્રેટા કાર પણ ધડાકાભેર કીયા કાર સાથે અથડાઈ હતી. જેના કારણે કિયા કારે સામેથી આવતી મોટરસાઇકલને હડફેટે લેતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં વાઘપરા શેરી નં. ૧૦ ખાતે રહેતા જયભાઇનલીનભાઇ જાની ગત તા.૨૯/૦૪/૨૦૨૩ ના રોજ પોતાની મોટર સાઈકલ લઈ રાજકોટ મોરબી હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સંગમ વોટર પાર્ક પાસે GJ-36-S-7571 નંબરના જે.સી.બી.ના ચાલકે પોતાનું વાહન બેદરકારી ભરી રીતે ચલાવી ઓચીંતા ડીવાઈડરના કટમાંથી વળાવી રોડ ઉપર આવતી કીયાકાર સાથે એકસીડન્ટ કરી પાછળ આવતી ક્રેટા કાર કીયા કાર સાથે એકસીડન્ટ થતા કીયા કાર ફરિયાદીના મોટરસાઇકલ સાથે એકસીડન્ટ થતા ફરિયાદીને તથા સાહેદને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં GJ-36-S-7571 નંબરના જે.સી.બી.ના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!