Saturday, July 27, 2024
HomeGujaratમહિલા સુરક્ષા મજબૂત કરવા અને ચોરીના બનાવો અટકાવવા મોરબી પોલીસનો એક્શન પ્લાન...

મહિલા સુરક્ષા મજબૂત કરવા અને ચોરીના બનાવો અટકાવવા મોરબી પોલીસનો એક્શન પ્લાન : DYSPની અધ્યક્ષતામાં આજે બેઠક યોજાશે

ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે રાત્રી દરમ્યાન થતી મિલ્કત સંબધી ચોરીઓના બનાવો અટકે તે માટે તકેદારીના પગલાં લેવા અને લોક જાગૃતિ લાવવા માટે તેમજ મહિલા સુરક્ષા માટે જરૂરી કાર્યવાહી કરવા રેન્જ આઇજી દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા જેને લઈને મોરબી પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને આજે બેઠકો યોજાવાની છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મહિલા સુરક્ષા અને ચોરીના બનાવો અટકાવવા મોરબી પોલીસ દ્વારા આજે બપોરે ૧૨:૦૦ વાગ્યે મોરબી સીટી એ ડિવિઝન ખાતે ટ્યુશન, સ્કૂલ તથા કોચિંગ ક્લાસના સંચાલકો સાથે બેઠક યોજવામાં આવશે અને સાંજે ૦૬:૦૦ વાગ્યે સોસાયટી ફ્લેટ કે એપાર્ટમેન્ટ ના પ્રમુખો સાથે બેઠક યોજવામાં આવશે. જેમાં ડીવાયએસપીની અધ્યક્ષતામાં બેઠક યોજી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવશે. તેમજ ટ્રાફિક, રોમિયોનો ત્રાસ જેવા પ્રશ્નો અને સમસ્યાઓ જાણીને જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!