હળવદ માર્કેટિંગ યાર્ડમાથી ભીડનો લાભ ઉઠાવી ખેડુતનો થેલીમાંથી 4 લાખથી વધુ રકમ લઈ ફરાર થઈ જતા સનસનાટી મચી જવા પામી હતી જોકે બનાવના સીસીટીવી સામે આવ્યાં છે અને તે શંકાસ્પદ લોકોને પકડી પાડવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી.
હળવદ માર્કેટિંગ યાર્ડમાથી ખેડુતના થેલામાથી લાખોની ચોરી હળવદના માથક ગામના લલિતભાઈ શાન્તીલાલ ઠક્કરના પુત્રના થેલામાથી ચોરી થઈ હતી, મગફળીના રજીસ્ટ્રેશન દરમિયાન ટોળાનો લાભ લઈ ખેડુતનાં થેલામાથી અંદાજે ચાર લાખની ચોરી થઈ હતી.
હળવદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટ યાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા જ્યારે માર્કેટીંગ યાર્ડના ઓફિસની બાજુમાં જ ખેડૂતોને ભારે ભીડ જામી હતી જેમાં ભીડ વચ્ચે હળવદ તાલુકાના માથક ગામના પુત્રના થેલામાંથી પડેલ થેલાને કાપીને અંદાજે ચારથી સાડા ચાર લાખ રૂપિયા ઉઠાતરી કરીને ત્રણ શખ્સો નાસી છૂટયા હતા. બનાવની જાણ આજુબાજુના વેપારીઓ અને ખેડૂતોને માર્કેટીંગ યાર્ડના કર્મચારીઓ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ત્યારબાદ માર્કેટીંગ યાર્ડના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરતા જેમાં ૩ શખ્સો શંકાસ્પદ રીતે કેમેરામાં કેદ થયા હતાં અને પોલીસ કોસ્ટેબલ ઘટનાસ્થળે દોડી સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ભોગ બનનાર વેપારીએ હળવદ પોલીસ સ્ટેશમાં ફરિયાદની નોંધાવાની તજવીજ હાથ ધરી હતી જેમાં હાલ આ બે આરોપીની પાલનપુર પોલીસે ધરપકડ કરી હળવદ પોલીસને સોંપેલ છે હજુ એક આરોપી ફરાર,બંને આરોપી પાસેથી ૪,૧૨,૦૦૦ રોકડ જપ્ત કરેલ છે.