Saturday, October 12, 2024
HomeGujaratમોરબીના પંચાસર ગામના ગરાસીયા આધેડની ચકચારી હત્યાના ગુનામાં છ ઈસમો નિર્દોષ

મોરબીના પંચાસર ગામના ગરાસીયા આધેડની ચકચારી હત્યાના ગુનામાં છ ઈસમો નિર્દોષ

વર્ષ ૨૦૧૮ માં પંચાસર ગામે ગરાસીયા પ્રૌઢ પર તેના જ ગામના ઈસમો દ્વારા ફાયરિંગ કરી હત્યા નિપજાવ્યાની ફરિયાદ નોંધાઇ હતી : ફરિયાદીના જણાવ્યા અનુસાર ગોળી પાછળથી મારી હતી જ્યારે મેડિકલ રિપોર્ટ ના આધારે ગોળી છાતીના ભાગેથી મારવામાં આવી હોવાનું પુરવાર થયું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી નજીક આવેલ પંચાસર ગામે ૨૦ માર્ચ ૨૦૧૮ ના રોજ જમીનમાંથી માટી ભરવા મામલે થયેલી તકરારમાં ફરિયાદી પરાક્રમસિંહ ખુમાનસિંહ ઝાલા ઉ.૨૯ સહિતના લોકો પંચાસરમાં પોતાના મકાનની છત ભરાતી હોય ત્યાં બેઠા હતા ત્યારે એ સમયના મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રહેલા નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા, વિક્રમસિંહ નાથુભા ઝાલા, રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા, સહદેવસિંહ બાલુભા ઝાલા, હિતુભા બલુભા ઝાલા, અને અરવિંદસિંહ નટુભા ઝાલા સહિતના ઈસમોએ પિસ્તોલ અને ૩ બાર બોરની બંદૂકો સાથે ધસી જઇ હવામાં ફાયરિંગ કરી સહદેવસિંહ તેજુભા ઝાલા ઉ. ૪૮ ની હત્યા કરી હોવા અંગે ફરિયાદ નોંધાવી હતી જેમાં તમામ આરોપીઓની મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરી હતી બાદમાં છેલ્લા દસેક માસથી મોરબી જેલમાં રહેલા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા સહિતના આરોપીઓએ હાઇકોર્ટમાં જામીન મેળવવા અરજી કરતા હાઇકોર્ટ દ્વારા સહદેવસિંહ બાલુભા ઝાલાના ૧૦ હજારના શરતી જામીન મંજુર અને નરેન્દ્રસિંહ નાથુભા ઝાલાના પણ રૂપિયા ૨૦ હજારના બોન્ડ સાથે શરતી જામીન તેમજ અન્ય ચાર ઈસમોનો જામીન પર છુટકારો થયો હતો

જો કે આ ગુનામાં ફરિયાદી પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાંથી ત્વરિત નિર્ણય લેવા અરજી કરતા મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટે કેસને ગંભીરતાથી લઈને ડે ટુ ડે ચલાવવા કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ફરી ફરિયાદી પક્ષ તરફથી પુરાવાઓ સાથે ચેડાં થયાની અરજી હાઈકોર્ટમાં કરી હતી જેમાં બે માસ પૂર્વે ફરી કલમ ૨૦૧ નો ઉમેરો કરી કેસ આગળ ચલાવવાની શરૂઆત કરી હતી જેમાં આજે ૦૩ મેં ૨૦૨૧ ના રોજ આ ચકચારી હત્યા કેસ જજમેન્ટ પર હતો આ ચકચારી કેસમાં આરોપીઓ તરફથી વકીલ ભગિરથસિંહ ડોડીયા, એડવોકેટ જીતેન્દ્રસિંહ જાડેજા,પીનલ ભાઈ,ધ્રુવભાઈ સાહિતનનાઓએ ધારદાર દલીલો કરી હતી જેમાં તમામ દલીલો અને ન્યાયિક પાસાઓને ધ્યાનમાં રાખી મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટના ન્યાયાધીશ એ ડી ઓઝાની કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ હોવાનો હુકમ કર્યો હતો .જેમાં આ કેસમાં રોકાયેલા એડવોકેટ ભગિરથસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં જે જે ચકચારી કેસ ચાલી રહ્યો હતો તેમાં આજે પુરાવાઓ અભાવના લીધે તેમજ આરોપી રાજમહેન્દ્રસિંહ દ્વારા પાછળથી ફાયરિંગ કરી ગોળી મારવામાં આવી હોવાનો ઉલ્લેખ ફરિયાદી દ્વારા ફરિયાદમાં કરવામાં આવ્યો હતો જ્યારે મેડિકલ એવીડન્સ મુજબ ગોળી છાતીના ભાગેથી વાંસાના ભાગે નીકળી હોવાનું પુરવાર થયું છે. આ સાથે જ મોડી ફરિયાદ અને ફરિયાદમાં આખા એકજ પરિવારના નામ આપવામાં આવ્યા હતાં જેમાં આજે મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટે તમામ પાસાઓને ધ્યાનમાં લઈને તમામ છ આરોપીઓને હત્યા સહિતના તમામ ગુનાઓમાંથી નિર્દોષ જાહેર કર્યા છે. તો બીજી બાજુ આ કેસના સરકારી વકીલ અને ડીજીપીપી આ ચુકાદાથી નારાજ છે જેમાં મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યું હતું કે ડિસ્ટ્રીકટ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેનાથી તેઓ સંતુષ્ટ નથી જેમાં આગામી સમયમાં હાઈકોર્ટમાં અપીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!