Thursday, April 18, 2024
HomeGujaratમોરબી જલારામ મંદિરનો પંચદશમ્ પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો

મોરબી જલારામ મંદિરનો પંચદશમ્ પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો

મોરબીના જલારામ મંદિરનો પંચદશમ્ પાટોત્સવ ગુરુવાર તા.૩ માર્ચના રોજ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, સવારે ૮ કલાકે વૈદિક મહાયજ્ઞ, સવારે ૧૦ કલાકે કાર્યકર્તાઓ તેમજ દાતાઓનો સન્માન સમારોહ, સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી, સાંજે ૭ કલાકે મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાયા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એમ્બ્યુલન્સ સેવા, શબવાહીની સેવા, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, ફ્રિઝ શબ પેટી, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા, બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર, સામૂહીક અસ્થિ વિસર્જન, મેડીકલ સાધનોની સેવા, મેડીકલ કેમ્પ, બ્લડ ડોનેશન, પદયાત્રીઓની સેવા, દર મહીને વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ સહીતની સેવાઓ વિનામુલ્યે કોઈપણ પ્રકારના નાતજાતના ભેદભાવ વિના સમાજને અવિરતપણે પ્રદાન કરવામાં આવી રહી છે. કોરોનાની મહામારીના સમયમાં મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એક લાખથી વધુ ફુડ પેકેટ વિતરણ, એમ્બ્યુલન્સ સેવા, ઓક્સિજન બોટલ, નેબ્યુલાઈઝર, ઓક્સિ મીટર સહીતની સેવાઓ અવિરતપણે પ્રદાન કરવામાં આવી હતી. ત્યારે આગામી વર્ષે પણ દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ તેમજ દર ગુરુવારે મહાપ્રસાદ રાબેતા મુજબ યોજાશે.

આ કાર્યક્રમમાં કાંતિલાલ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, જયંતિભાઈ જેરાજભાઈ પટેલ, જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, કે.ડી. પડસુંબિયા, કે.ડી.બાવરવા, નિકુંજભાઈ કોટક, હીરેનભાઈ પારેખ, કે.પી.ભાગીયા, ભાવેશ ભાઈ ફેફર, મહેશભાઈ રાજ્યગુરુ, દેવેન્દ્રસિંહ ઝાલા, વિનુભાઈ કટારીયા, ડો.બી.કે લહેરુ, જે.પી. જેશ્વાણી, પંકજ રાણસરીયા, હસુભાઈ પંડ્યા સહીતના રાજકીય અને સામાજીક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતી રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!