Sunday, December 22, 2024
HomeNewsBirthdayમોરબી જીલ્લાના પનોતાપુત્ર તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત Dy.Sp. કે.ટી. કામરીયાનો આજે જન્મદિવસ

મોરબી જીલ્લાના પનોતાપુત્ર તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત Dy.Sp. કે.ટી. કામરીયાનો આજે જન્મદિવસ

હડમતિયા (પાલણપીર) ગામના વતની અને સ્ટેટ મોનીટરીંગ સેલનાં ડી.વાય.એસ.પી. કે.ટી. કામરીયાનો આજ રોજ જન્મદિવસ છે. તેઓને 2021 માં રાષ્ટ્રપતિ એવોર્ડથી તથા 2014માં “રાષ્ટ્રપતી ચંદ્રક” થી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. કે.ટી. કામરીયા ઉચ્ચ પોલિસ અધિકારીઓમા સ્વચ્છ છબી ધરાવે તેમનો જન્મ હડમતિયા ગામનાં ખેડૂતપુત્રને ત્યાં તા. ૩૧ મેં ૧૯૬૭ના રોજ થયો હતો. તેઓ આજે 54 વર્ષ પૂર્ણ કરી ચુક્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લાનુ ટંકારા તાલુકાના હડમતિયા ગામના વતની અને સામન્ય ખેડૂત પરિવારમાં તા. ૩૧ મે ૧૯૬૭ ના રોજ જન્મેલા કે.ટી. કામરીયા 54 વર્ષ પૂર્ણ કરી ચુક્યા છે. ત્યારે તેઓએ પોતાની કારકિર્દી દરમ્યાન B.sc. એગ્રીકલ્ચર નો અભ્યાસ પુર્ણ કર્યા બાદ વર્ષ ૧૯૯૩ માં ગૌણ સેવા પસંદગી મંડળ ની પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરી અને સીધા પીએસઆઈ તરીકે પોલીસ બેડામાં જોડાયા હતા આ બાદ તેઓ એસીબી પીઆઈ તરીકે પણ કર્તવ્ય નિષ્ઠ ફરજ બજાવી ચૂક્યા છે અને હાલ તેઓ ડીવાયએસપી તરીકે પ્રમોશન પામ્યા બાદ હાલ ગુજરાતની અતિ મહત્વની ગણાતી બ્રાન્ચ સ્ટેટ મોનીટરીંગ સેલમાં ડીવાયએસપી તરીકે ઉતમ કામગીરી કરી અને અનેક મોટા દારૂના બૂટલેગરો પર ધોસ બોલોવી છે.શ્રી કે.ટી. કામરીયા સાહેબની જીવન સફર જોઈએ તો તેમણે પી.એસ.આઈથી ડી.વાય.એસ.પી બનેવા અનેક કપરા ચઢાણનો સામનો કરીને પણ ચમ્મરબંધીઓને જેલ હવાલે કર્યા છે. પોલીસ વિભાગમાં ઉચ્ચ પદ પર પહોંચેલા કે ટી કામરિયાએ કપરા ચઢાણનો સામનો કરીને વર્ષ 2008 થી 2017 સુધી એટલે કે નવ વર્ષની ACB માં ફરજ દરમિયાન પ્રશંસનિય કામગીરી કરી ખ્યાતી મેળવવામાં પણ અગ્રેસર છે સોનગઢ, શામળાજી, સામખીયાળી, કચ્છની વેસ્પન કંપનીના જમીન કૌભાંડ, તેમજ અનેક કોમર્શિયલ ચેક પોસ્ટ પર સફળ ઓપરેશનની કામગીરી બજાવીને ભ્રષ્ટાચારીઓને બેનકાબ કર્યા છે.એસીબીના કાર્યકાળ દરમ્યાન તેઓએ કચ્છ ના સામખીયાળી કોમર્શિયલ ચેક પોસ્ટ પર માટી ચોરી કરતા ભ્રષ્ટાચારીઓ અને મોટા માથાઓ દ્વારા સંચાલીત કૌભાંડનો પર્દાફાશ કરી ગુજરાત સરકારની તિજોરીની આવક બમણી કરી હતી તેમજ 26 જાન્યુઆરી 2014 માં ભારતના પુર્વ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના હસ્તે “રાષ્ટ્રપતી ચંદ્રક” થી સન્માનિત પણ થયા છે.

હાલ આવા હોનહાર Dy.Sp. કે ટી કામરીયા ગુજરાતની મહત્વની બ્રાંચ ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. અમદાવાદમાં શહેરમાં એક ફિલ્મના વિરોધ વચ્ચે શહેરમાં આગચંપી, હિંસા, તોડફોડ જેવા બનાવમાં ચાર પોલિસકર્મીઓ સંડોવાયેલ હોવાની બાતમી મળતા ખાખી વર્દીઓની પણ ધરપકડ કરી જેલ હવાલે કરી કાયદાના પાઠ ભણાવી કાયદેસરની કાર્યવાહી કરી પોતાનું કર્તવ્ય બજાવ્યું હતું તેમજ સાણંદની IOC ઓઈલ ચોરી કૌંભાડનો પર્દાફાશ,ઓઢવ વિસ્તારમાં વિવેકાનંદનગરમાં “વિવેકાનંદ સ્કુલ” સંચાલક હરીશ કાલરીયાના રહસ્યમય મોતનો મામલો, ઘુમા નજીક પાયલ પટેલના રહસ્યમય મોતનો મામલો, અમદાવાદ ગ્રામ્ય સાણંદ વિભાગની ચેક પોસ્ટ પર ૧૬-૧૬ ચોરાઉ બાઇક સાથેની એક આખી ટોળકી ઝડપાઇ જવાનો મામલો,અમદાવાદ ગ્રામ્ય LCB SOG કસ્ટોડિયલ ડેથના મામલે પાંચ પોલિસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી, અમદાવાદની ખારી કેનાલ પાસે મળી આવેલ મૃતદેહ માં હત્યાનો પર્દાફાશ, બોપલ વિસ્તારમાંથી રહસ્યમય ગુમ થયેલ બાળકનું પરિવાર સાથે મિલન જેવા અનેક ગુનાઓનો ભેદ ઉકેલ્યા છે ત્યારે અમદાવાદનું મીડિયા જગત પણ ડીવાયએસપી કે ટી કામરિયા દ્વારા કરવામાં આવતી ઉત્કૃષ્ઠ કામગીરીથી જાણકાર છે ત્યારે મોરબી જીલ્લાના વતની હોનહાર ડીવાયએસપી કે.ટી. કામરીયા એક સારા વ્યક્તિત્વ તરીકે પણ લોકોમાં ચર્ચામાં છે આથી તેઓની સારી છબી તેના પ્રશંસકોમાં છે જેના લીધે આજે તેઓને જન્મદિવસ પરથી તેના શુભચિંતકો તરફથી ઠેર ઠેર થી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે આ તકે મોરબી મીરર ટીમ દ્વારા પણ ડીવાયએસપી કે ટી કામરીયા આ જ રીતે પોતાની ફરજ નિષ્ઠા પુર્વક બજાવતા રહે તેવી અભયર્થના સાથે જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!