Saturday, December 28, 2024
HomeGujaratમોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આવતીકાલે ફકત બ્રાહ્મણ પરિવાર માટે શરદપુનમ રાસોત્સવનું...

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આવતીકાલે ફકત બ્રાહ્મણ પરિવાર માટે શરદપુનમ રાસોત્સવનું આયોજન:દરેક બ્રાહ્મણોને નિશુલ્ક પ્રવેશ અપાશે

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આવતીકાલે શરદ પૂનમ નિમિત્તે રાસોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલ જોશીએ જણાવ્યું હતું કે મોરબીમાં લીલાપર – કેનાલ રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે શરદ પૂનમની રાત્રીના 9:00 વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બ્રહ્મ પરિવારો માટે જ છે. જેમાં તમામ બ્રહ્મ પરિવારોને પાસ વગર જ એન્ટ્રી આપવામાં આવશે. ખેલૈયાઓ તેમજ જોનારાઓ તમામની સ્થળ ઉપર જ નામ નોંધણી કરી પ્રવેશ આપવામાં આવશે. લોકો આ કાર્યક્રમમાં સહભાગી બને અને સાથે અલ્પાહાર તથા દૂધ પૌહાની પ્રસાદી લ્યે તે માટે પરશુરામ યુવા ગ્રુપે નિમંત્રણ પાઠવ્યું છે. વધુમાં જો કાર્યક્રમને લઈને કોઈને કામકાજ હોય તો મો.નં 9925486999 ઉપર સંપર્ક કરવા પણ યાદીમાં જણાવાયું છે. તેમજ મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આવતીકાલે શનિવારને શરદ પૂનમ ની રાત્રે ભવ્ય રાત્સોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર બ્રહ્મ સમાજના લોકોને ફ્રી માં એન્ટ્રી આપવામાં આવશે તેથી બ્રહ્મ સમાજના લોકો ઉમટી પડે તે માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

તેમજ આ કાર્યક્રમ ને લઈને પાસ કે ટિકિટ ની કોઈ જરૂરિયાત નથી આ કાર્યક્રમમાં પ્રવેશ નિશુલ્ક રાખવામાં આવેલ છે.અને પાસ કે ટિકિટ માટે કોઈ અફવા સામે આવે તો પરશુરામ યુવા ગ્રુપ નો સંપર્ક કરવો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!