મોરબી સહિત રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન રહેશે જ્યારે આગામી તા. ૨૭ મે સુધી રાત્રી કર્ફ્યુ યથાવત રાખવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યમા આવતીકાલે તા. ૨૧ થી ૨૭ મે સુધી આંશિક લોકડાઉન લાગુ રહેશે. મોરબી સહિત રાજ્યનાં ૩૬ શહેરોમાં રાત્રી કર્ફ્યુ ઉપરાંત લગાવવામાં આવેલા નિયંત્રણોમાં રાહત આપવામાં આવી છે જેમાં સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી સલૂન, બ્યૂટી પાર્લર, જ્વેલર્સ, હાર્ડવેરની દુકાનો, ચાની કિટલીઓ, પાનના ગલ્લાઓ, નાસ્તાના સ્ટોલ, ફરસાણની દુકાનો, ફાસ્ટફૂડ સ્ટોલ, લારીધારકો, કાપડની દુકાનો, વાસણની દુકાનો, મોબાઈલની દુકાનો, ઈલેક્ટ્રોનિક્સ સ્ટોર, ગેરેજ અને પંચરની દુકાનો ખોલી શકાશે. જોકે રાત્રી કફર્યુ યથાવત રહેશે