પર્યુષણ અથવા દશલક્ષણ તહેવાર એ જૈન સંસ્કૃતિનો મહત્વનો તહેવાર છે. જૈન સંપ્રદાયમાં, જ્યાં શ્વેતાંબર 8 દિવસ, દિગંબર 10 દિવસ સુધી પર્યુષણ પર્વ ઉજવે છે. ત્યારે મોરબીની વર્ધમાન સોસાયટીમાં આવેલ જૈન દેરાશરમાં પણ પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં 24 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી માંગલિક રહેશે. જેમાં દરરોજ દેરાશર દ્વારા જણાવ્યા અનુસાર, સવારે દેરાસર 6 વાગ્યે ખુલશે. જે બાદ 7 વાગ્યે પક્ષાલ પૂજા થશે. તેમજ સવારે 7.45 વાગ્યે અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવશે. અને તે બાદ બપોરના સમયે 12.30 વાગ્યે માંગલિક થશે. તેમજ સાંજે 6.30 થી 9.00 વાગ્યા સુધીમાં આંગી દર્શન ખુલ્લા મુકવામાં આવશે. તેમજ સાંજે 7.15 કલાકે બહેનો પ્રતિક્રમણ કરશે અને રાત્રે 8.30 વાગ્યે ભક્તો દ્વારા આરતી કરવામાં આવશે.