Thursday, April 18, 2024
HomeGujaratમોરબી વાંકાનેર હાઈવે પર રીક્ષા કાર પાછળ અથડાતા મુસાફરો ઈજાગ્રસ્ત, ફરિયાદ નોંધાઈ

મોરબી વાંકાનેર હાઈવે પર રીક્ષા કાર પાછળ અથડાતા મુસાફરો ઈજાગ્રસ્ત, ફરિયાદ નોંધાઈ

અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રામીબેન ભગવાનભાઇ રબારી (ઉ.વ.૬૦, ધંધો. ઘરકામ, રહે. લાલપર, ધાર-વિસ્તાર, મોરબી) એ આરોપી રીક્ષા નંબર જીજે-૩૬-યુ-૨૮૩૭નાં ચાલક ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧૧માર્ચના રોજ સવારના સાડા નવેક પોણા દશેક વાગ્યાના અરશામા મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર શ્રીજી સીરામીક પાસે આરોપી રીક્ષા ચાલકે પોતાના હવાલા વાળી રીક્ષા ફુલ સ્પીડમા અને બેફીકરાય ભરી રીતે ચલાવી આગળ જતી ફોર વ્હીલ કાર નંબર જીજે-૧૮-બીએમ-૦૬૧૩ નાં પાછળના ઠાઠામા ભટકાડી એકસીડેન્ટ કરી ફરીયાદીને ડાબા પગે ઘુંટણના ભાગે ફેકચર જેવી ઇજાઓ પહોંચાડી તેમજ રીક્ષામા બેઠેલ સાહેદોને શરીરે નાની મોટી મુઢ ઇજા પહોંચાડી પોતાના હવાલા વાળી રીક્ષા સ્થળ ઉપર મુકી નાશી છૂટ્યો હતો. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!