મોરબી જિલ્લાના વાંકાનેર પાસે વધુ એક અકસ્માતમાં બનાવો સામે આવ્યો છે. વાંકાનેર તરફથી જતા એક વૃદ્ધને બોલેરો કારે હડફેટે લેતા વૃદ્ધનું ધટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતુ. જ્યારે આરોપી પોતાની બોલેરો કાર ઘટના સ્થળે જ મૂકી ફરાર થયો હતો.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા દાનાભાઈ સોમાભાઈ રાઠોડ નામનાં ૬૫ વર્ષીય વૃદ્ધ વાંકાનેરથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઈવે રોડ પર યજ્ઞપુરૂષનગર બોર્ડ પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતી GJ-13-AT-7323 નંબરની બોલેરો કારે રાહદારી વૃદ્ધને હડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર બનાવને લઈ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં બોલેરો માલવાહક વાહનના ચાલક વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ-૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪,૧૩૪,૧૭૭ મુજબ ગુનો નોંધાયો છે.