મોરબીનાં મકનસર પોલીસ હેડ ક્વાર્ટર પાસેથી એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બાઈકે રાહદારીને હડફેટે લેતા રાહદારી આધેડ ઈજાગ્રસ્ત થયો હતો. જેને લઈ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જયારે ઈજાગ્રસ્તના પુત્ર દ્વારા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં પ્રેમજીનગર (મકનસર)સરકારી સ્કૂલની બાજુમાં રહેતા પોપટભાઇ પાલાભાઇ પરમાર ગત તા.૦૪/૦૬/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે ચલાવીને મકનસર પોલીસ હેડ ક્વાર્ટર જયેશભાઇ શેખવાના ગેરેજની સામે મોરબી-૧૦ સામખીયાળી-૮૦ ગાંધીધામ-૧૩૦ લખેલા સાઇન બોર્ડ પાસે રોડ ઉપરથી જતા હતા. ત્યારે GJ-03-KE-4507 નંબરના હીરો એચ.એફ.ડીલક્ષ મોટર સાયકલના ચાલકે પોતાનું બાઈક પુર ઝડપે ચલાવી આવી પોપટભાઇ રોડ ક્રોસ કરતા હતા. ત્યારે તેઓને હડફેટમાં લઇ પછાડી દઇ માથામાં જમણી બાજુ હેમરેજની,ડાબા પગના નળાના ભાગે તેમજ છાતીમાં પાંસળીમાં ફ્રેક્ચરની તેમજ પોતાને શરીરે છોલછાલની તેમજ ડાબા હાથમાં ઇજા પહોંચાડતા આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયારે ઈજાગ્રસ્તના પુત્ર દ્વારા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.