માળીયા મીયાણા તાલુકાના બગસરા ગામમાં મીઠા ઉદ્યોગપતીઓના ચાલતા મીઠું ભરેલા અને ઓવરલોડ અને તાલતત્રી વગર ચાલતા ડમ્પર (ટ્રક) ખટારાઓથી ગામને ત્રાસમાંથી મુક્તિ ક્યારે ? તેવા સવાલો ગ્રામ પંચાયત ઉઠાવી રહી છે.
મળતી માહિતી અનુસાર માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામ નજીક અને હદમાં મોટા પાયે મીઠા ઉદ્યોગપતિ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે મીઠું ઉત્પાદન કરી અને પરીવહન કરવા માટે ગામ વચ્ચે તેમજ ખેડૂતના સીમ રસ્તામાં ખુલે આમ પોતાના ભારે વાહનો ચલાવાથી મીઠું વચ્ચે ઢોરતા જાય છે.
જેને કારણે જમીનમાં ભળી ગયું છે તેથી ખેડૂત ખાતેદારની જમીન ખારાસ વાળી થતી જાય છે. ગામની ગૌચરની જમીનમાં ખારાસ કરી નાખેલ છે અને ત્યાં નજીક બગસરા પ્રાથમિક શાળા પણ આવેલી છે જેમાં ૨૦૦થી વધુ બાળકો અભ્યાસ કરે છે તો કોઈ અકસ્માતથી મોત થશે તો તેના માટે જવાબદારી કોની ? ગામનું મુક્તિધામ પાસે પાધરવાળા મેલડી માતાજીનું મંદિર અને ધાર્મિક જગ્યાઓ પણ આવેલી છે. અને તેના સામે મીઠું ઢોરતા જાય છે. ગામજનો અનેક વુક્ષોનો ઉછેર કરતા હોય છે પરંતુ મીઠું ભરેલા ટ્રકની ધુળ ડમરી ઉડવાથી વુક્ષોનો ઉછેર થતો નથી અને આ બાબતે મોરબી જીલ્લાના તંત્ર ને એક નહિ પણ અનેક વખત રજૂઆત વર્ષો સુધી લેખિત રજૂઆત કરી આવેદનપત્ર ગામજનો, ખેડૂત અને ગામ પંચાયત દ્વારા રજૂઆત કરાઈ છે. તેમ છતાં આજ દિન સુધી આ દિશામા કોઈ નકર કાર્યવાહી કરવામાં આવી હોય તેવું લાગતું નથી. ત્યારે ગ્રામજનો દ્વારા શું અધિકારીઓ પિતાના ખીચ્ચા ગરમ કરી રહ્યા છે ? તેવા સવાલો પણ ગ્રામજનો ઉઠાવી રહયા છે.