Thursday, May 2, 2024
HomeGujaratહળવદ પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુનામાં ફરાર આરોપી છ મહિના બાદ મધ્ય પ્રદેશથી...

હળવદ પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુનામાં ફરાર આરોપી છ મહિના બાદ મધ્ય પ્રદેશથી ઝડપાયો

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી પેરોલ ફર્લો સ્કોડ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા છ મહીનાથી નાસતા ફરતા રાજસ્થાન રાજયના આરોપીને મધ્ય પ્રદેશ રાજયના કુક્ષી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે હકિકત મળેલ કે, ભેરૂલાલ ઉર્ફે ભેરવનાથ હરીકીશન ગુજર (રહે. માતાજી કા ખેડા જવાસીયા ગામ તા.ગંગસર જી.ચિતોડગઢ (રાજસ્થાન)) હાલ મધ્ય પ્રદેશ રાજયના ધાર જિલ્લાના કુક્ષી ખાતે આવેલ જયેશ કોટનમીલમાં ટ્રક ટ્રેઇલર લઇ માલ ભરવા આવેલ હોવાની ચોકકસ હકિકત મળતા જે હકિકત આધારે એ.એસ.આઇ. રામભાઇ મંઢ સાથે પોલીસ ટીમ બનાવી મધ્ય પ્રદેશ રાજયમાં તપાસ અર્થે મોકલતા આ ગુનાનો નાસતો ફરતો આરોપી ભેરૂલાલ ઉર્ફે ભેરવનાથ હરીકીશન હજારીલાલ ગુજર મળી આવતા આરોપીને હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાવી આ ગુનાના કામે સી.આર.પી.સી.કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસને સોપવા કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!