Thursday, April 25, 2024
HomeGujaratમોરબી હળવદ તાલુકાના ચાડધ્રાના વતની પીઆઇ હિતેશ ગઢવીને રાષ્ટ્રપતિ મેડલ એનાયત

મોરબી હળવદ તાલુકાના ચાડધ્રાના વતની પીઆઇ હિતેશ ગઢવીને રાષ્ટ્રપતિ મેડલ એનાયત

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચાળધરા ગામના વતની હિતેન્દ્ર મધુભા ગઢવીને તેઓની પ્રશંસનીય કાર્યશૈલી માટે રાષ્ટ્રપતિ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે

- Advertisement -
- Advertisement -

જેમાં હિતેન્દ્ર ગઢવી પ્રથમ પીએસઆઇ તરીકે જોડાયા બાદ પ્રમોશન લઈને જુદાં જુદાં જીલ્લાઓ માં ફરજ બજાવી અને પીઆઇ તરીકે પ્રમોશન પામ્યા હતા જેમાં એચ એમ ગઢવી એ. રાજકોટ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના કાર્યકાળ દરમ્યાન રાજકોટ ડીસીબી પીઆઇ તરીકે ઉત્કૃઠ કામગીરી કરી અનેક ભુ માફિયાઓ અને દાદાઓને પોલીસ તેમજ હેડક્વાર્ટર ના લીમડાનો કડવો સ્વાદ ચખાડી ભો ભીતર કરી દીધા હતાં જો કે પોલીસ વિભાગમાં સારા કામની સાથે રાજકીય રાગદ્વેષ અને દુશ્મન પણ ઉભા થતા હોય છે

આ જ રીતે જે લોકોને લીમડાનો સ્વાદ ચખાડ્યો હતો તેના અંગત વ્યક્તિઓ સત્તામાં આવતા દબંગ અને હોનહાર પીઆઇ એચ એમ ગઢવીને રાજકોટ ડીસીબીમાંથી સીધા જ આઈબીમાં પીઆઇ તરીકે મૂકી દેવામાં આવ્યા હતા જો કે હીરો ગમે ત્યાં જાય ઝવેરી તેની પરખ કરી જ લે છે એ જ રીતે રાષ્ટ્રના સાચા હીરો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તેઓને પોતાના કાર્યકાળ દરમ્યાન ખૂબ જ પ્રશંસનીય કામગીરી બદલ એવૉર્ડ એનાયત કરી અને સર્વોત્તમ સમ્માન આપ્યું હતું.પીઆઇ એચ એમ ગઢવીના મોટાભાઈ જે એમ ગઢવી પણ પોરબંદર રેન્જ માં પીએસઆઇ તરીકે ફરજ બજાવી રહ્યા છે જ્યારે તેઓના પિતા મધુભાઈ ગઢવી(ટાપરિયા) નિવૃત રેલવે કર્મચારી છે હાલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદના હસ્તે સન્માન પ્રાપ્ત થતા કર્મચારી પિતા અને (ટાપરિયા)ગઢવી પરિવારનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!