હાલ કોરોના ની વૈશ્વીક મહામારી ને ધ્યાને લઇ આઈ.સી.ડી.એસ મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા આંગણવાડી કેન્દ્રના લાભાર્થી બાળકો, સગર્ભા ધાત્રી, તથા કિશોરીઓને ઘરે બેઠા વિવિધ વિષયો પર માર્ગદર્શન મળી રહે તે માટે ડીજીટલ માધ્યમ થી “ઉંબરે આંગણવાડી” દ્વારા સેટકોમ કાર્યકમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં તા.૨૨/૦૬/૨૦૨૧ ના બપોરે ૦૨:૦૦ થી ૦૨:૩૦ દરમિયાન કિશોરીઓ માટે “હું અને મારું પોષણ” વિષય પર સેટકોમ કાર્યકમનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ વિવિધ ડીજીટલ પ્લેટફોર્મના માધ્યમથી કરવામાં આવશે. જેમાં “વંદે ગુજરાત ચેનલ નં-૧” તથા WCDGUJARAT ફેસબુક પેજ પર નિહાળી શકાશે. જે કિશોરીઓ આ પ્રોગ્રામનું જીવંત પ્રસારણ જોવાનું ચુકી ગયેલ હોય તેઓ @WCDGUJARAT ની યુ-ટ્યુબ ચેનલ પર થી આ કાર્યક્રમ નિહાળી શકશે. આ કાર્યક્રમ માં પુછાયેલા પ્રશ્નોના જવાબ મો નં ૬૩૫૯૯૨૩૫૯૨ પર અવશ્ય મોકલવાના રહેશે.
આ સેટકોમ કાર્યક્રમ મોરબી જિલ્લાની ૧૧ થી ૧૮ વર્ષની શાળાએ જતી તથા શાળાએ ના જતી તમામ SAG તથા PURNA યોજનાનો લાભ લેતી કિશોરીઓને અચૂક નિહાળવા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકર આઈ.સી.ડી.એસ. શાખા જિલ્લા પંચાયત મોરબીની અખબારી યાદીમાં જણાવેલ છે.