Tuesday, October 1, 2024
HomeGujaratવાંકાનેરમાં અલ્ટો કાર હડફેટે પ્લેઝર મોપેડ ચાલક સગીરનું મૃત્યુ

વાંકાનેરમાં અલ્ટો કાર હડફેટે પ્લેઝર મોપેડ ચાલક સગીરનું મૃત્યુ

વાંકાનેરના નવાપરા વાસુકીદાદાના મંદિર પાસે પ્લેઝર મોપેડ સવાર પિતા પુત્રને અલ્ટો કારે હડફેટે લેતા પ્લેઝર ચાલક ૧૭ વર્ષીય પુત્રનું માથામાં ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરમાં વીશીપરા ગોડાઉન રોડ ઉપર રહેતા અનવરભાઇ હુશેનભાઇ બુખારી ઉવ.૫૦ અને તેનો ૧૭ વર્ષીય પુત્ર એહમદરઝા પોતાના હવાલા વાળુ હીરોહોન્ડા કંપનીનુ પ્લેઝર રજી.નં. જીજે-૦૩-ડીઇ-૭૮૮૯ લઈને જતા હોય જે મોપેડ તેમનો પુત્ર ચલાવતો હોય ત્યારે અલ્ટો કાર રજી.નં. જીજે-૧૩-એનએન-૬૦૧૪ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મોપેડને પાછળથી હડફેટે લેતા જેમાં અનવરભાઈને વાસાના ભાગે તથા જમણા હાથે સામાન્ય ઇજા પહોંચી હતી જયારે તેમના પુત્ર એહમદરઝાને માથાના ભાગે ગભીર ઇજા થતા સારવાર દરમ્યાન ૧૭ વર્ષીય પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ અકસ્માતના બનાવ અંગે અનવરભાઇ હુશેનભાઇ બુખારીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં અલ્ટો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!